નિયમોનું ઉલ્લંઘન કરતા ટકસન શો ૨૦૨૧માં ગયેલા ઇન્ડિયા જ્વેલર્સના મુલાકાતીઓને ડિપોર્ટ કરાયા!
બી૧ વિઝા હેઠળ પ્રવાસી અમેરિકાની ધરતી પર માલ સામાન વેચી ન શકે જ્વેલરી માર્કેટ બ્યુરો : જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાંના અગ્રણી ન્યુઝ ટેબ્લોઇડ જ્વેલરી માર્કેટને મળેલા સમાચાર મુજબ જેમ એન્ડ જ્વેલરી માટેના એક્ઝિબિશન ટકસન શો ૨૦૨૧માં ભાગ લેવા ગયેલા ભારતના અંદાજે ૭૦ જેટલા જ્વેલર્સને ભારત પાછા મોકલવામાં આવ્યા છે, જયપુર જ્વેલર્સ અસોસિએશનના ચેરમેન રામશરણ ગુપ્તાએ આ વાતની પુષ્ટી કરી છે . આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે પણ જ્વેલર્સને ભારત પાછા મોકલવામાં આવ્યા છે તેમને જેમ સ્ટોન અને જ્વેલરીના વેચાણ અંગેના નિયમોથી અવગત કરવામાં આવ્યા છે , ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ બી૧ વિઝા પર પ્રવાસ કરી રહ્યા હોય . જે કોઈ પણ સભ્યો આ નિયમો ભૂલ કરે તો તેમને વોર્નિંગ આપવામાં આવે છે અને તે છતાં ના સમજે, જાણવા છતાં વારંવાર નિયમો તોડે તો તેમની મેમ્બરશીપ પણ રદ થઈ શકે છે સામા પક્ષે જીજેઇપીસીના જયપુર રિજનના ચેરમેન નિર્મલ બારડિયાએ આ તમામ જ્વેલર્સનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેઓ નાના અને મીડીયમ ક્ષેત્રના જ્વેલર્સ ...