નિયમોનું ઉલ્લંઘન કરતા ટકસન શો ૨૦૨૧માં ગયેલા ઇન્ડિયા જ્વેલર્સના મુલાકાતીઓને ડિપોર્ટ કરાયા!
બી૧ વિઝા હેઠળ પ્રવાસી અમેરિકાની ધરતી પર માલ
સામાન વેચી ન શકે
જ્વેલરી માર્કેટ બ્યુરો: જેમ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાંના અગ્રણી ન્યુઝ ટેબ્લોઇડ જ્વેલરી માર્કેટને મળેલા સમાચાર મુજબ જેમ એન્ડ જ્વેલરી માટેના એક્ઝિબિશન ટકસન શો ૨૦૨૧માં ભાગ લેવા ગયેલા ભારતના અંદાજે ૭૦ જેટલા જ્વેલર્સને ભારત પાછા મોકલવામાં આવ્યા છે, જયપુર જ્વેલર્સ અસોસિએશનના ચેરમેન રામશરણ ગુપ્તાએ આ વાતની પુષ્ટી કરી છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે પણ જ્વેલર્સને ભારત પાછા મોકલવામાં આવ્યા છે તેમને જેમ સ્ટોન અને જ્વેલરીના વેચાણ અંગેના નિયમોથી અવગત કરવામાં આવ્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે તેઓ બી૧ વિઝા પર પ્રવાસ કરી રહ્યા હોય.
જે કોઈ પણ
સભ્યો આ નિયમો ભૂલ કરે તો તેમને વોર્નિંગ આપવામાં આવે છે અને તે છતાં ના સમજે, જાણવા છતાં વારંવાર નિયમો તોડે તો તેમની મેમ્બરશીપ પણ રદ થઈ શકે છે સામા પક્ષે જીજેઇપીસીના જયપુર રિજનના ચેરમેન નિર્મલ બારડિયાએ આ તમામ જ્વેલર્સનો બચાવ કરતા જણાવ્યું હતું કે તેઓ નાના અને મીડીયમ ક્ષેત્રના જ્વેલર્સ છે તેમને બી૧ વિઝાના નિયમોની જાણકારી નહોતી અને તેઓ નિર્દોષ છે.
સામાન્ય
રીતે વિઝાના નિયમો તોડવાની ભૂલ થવા પર અમેરિકા, યુએસએમાં ફરી પ્રવેશવા
માટે પાંચ વર્ષ
નો પ્રતિબંધ જાહેર કરે છે, આ અંગે જીજેઇપીસી પોતાના દરેક સભ્યો માટે પાલન કરવાના દરેક નિયમોનું એક સર્કયુલર પણ બહાર પાડશે. જીજેઇપીસીના ચેરમેન કોલિન શાહ એ પણ પોતાના સભ્યોને આ બાબતે જાણ કરવા અંગેની દિશામાં પગલાં લેવાનું સૂચન કર્યું હતું જેથી કરીને ભવિષ્યમાં આવી ભૂલ ફરી પાછી ન થાય.
ભારતીય જ્વેલર્સના વિઝા અમેરિકન અધિકારીઓ દ્વારા રદ કરાયા હોવાના મુદ્દે પોતાના વિચાર જાહેર કરતા જીજેઇપીસીએ જણાવ્યું કે “સૌથી પહેલા તો અમે એ અંગે તપાસ કરશું કે જે ૭૦ ભારતીય જ્વેલર્સે આ એક્ઝિબિશનમાં મુલાકાત લીધી હતી શું તેમની માહિતી ત્યાંના અધિકારીઓ પાસે નહોતી, મારા ખ્યાલથી તેમના વિઝા રદ થવાનું કારણ એ વિઝાના નિયમોનું પાલન ન કરવાનું હોઈ શકે છે જેના પર તેઓ પ્રવાસ કરી રહ્યા હતા. બી૧ વિઝા હેઠળ કોઇપણ પ્રવાસી અમેરિકાની ધરતી પર કોઈપણ માલ સામાન વેચી ન શકે.”
અમેરિકામાં સ્થાયી થયેલા ભારતીય જવેલર્સોએ ત્યાં ઇન્ડિયન અમેરિકન જ્વેલર્સ અસોસિએશન બનાવ્યું છે, જેના અંગે જીજેઇપીસીએ કહ્યું કે “અમે દરેક અસોસિએશન સાથે સારા સંબંધ બનાવી રાખ્યા છે. અમે એકબીજા સાથે, એકબીજાને મદદરૂપ થઈ શકીએ એ પ્રમાણે જ બિઝનેસ કરીએ છીએ. તેમ છતાં જો કોઈ મતભેદ હોય તો અમે ચર્ચા કરીને તેનો નિવેડો લાવવા તૈયાર છીએ.”
આ ઉપરાંત યોગ્ય વિઝા પર પ્રવાસ કરનારા જ્વેલર્સ માટે જીજેઇપીસી પૂરતો સહયોગ કરશે, પણ જો સભ્ય દ્વારા કોઈ ભૂલ કરવામાં આવશે તો તેમને સજા પણ કરવામાં આવશે. ભૂતકાળમાં જીજેઇપીસી ને આવી કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી.
Comments
Post a Comment